મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાંથી ગત તા.27 ફેબ્રુઆરીના રોજ ગૂંગણ ગામના રહેવાસી અશોકભાઈ ડાયાભાઇ પરમારનું અંદાજે 25 હજારની કિંમતનું બાઈક ચોરી જનાર આરોપી કિશોર અમૃતલાલ તેરૈયા રહે. હડમતીયા તા.ટંકારા વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.