મોરબી : મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ ઓખા-મદુરાઈ અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ને 25 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ ને 29 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 09520 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 2 માર્ચ, 2024 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક વિશેષ જે અગાઉ 24મી ફેબ્રુઆરી, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 09મી માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 10 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 09435 અને 09436 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર તાત્કાલિક અસરથી ખુલ્લું છે.