મોરબી : આવતીકાલે તારીખ 3 માર્ચ ને રવિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી હોસ્પિટલ ફીડર સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ સમય દરમિયાન આ ફીડર હેઠળના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.3 માર્ચે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી હોસ્પિટલ ફીડર હેઠળના વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.