મોરબી : મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના રહેવાસી અને હાલમાં સુરતના ઉધના ઉધોગનગરમાં રહેતા સંકેતભાઇ કિશોરભાઇ વણોલ ઉ.21 નામના યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવા અંગે કહેતા લાગી આવતા પોતાના વતન ખાખરાળા ગામે સંકેતભાઈએ ગત.તા.24ના રોજ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.