મોરબી : મોરબી- હળવદ હાઇવે ઉપર ઊંચી માંડલ પાસે અંદાજે 3 કિમિ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. અહીં રોડનું કામ ચાલુ હોય, જ્યાં ત્યાં માટીના ઢગલા પડ્યા છે આ ઉપરાંત એક વાહન બંધ પડી ગયું હોય જેના કારણે છેલ્લી રાત્રે 9:15 આસપાસનો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ છે. અને ટ્રાફિક ક્લિયર કરવા પ્રયાસ કરી રહી છે. તેમ ટ્રાફિક સ્થળે ઉપસ્થિત રવિરાજસિંહ પરમાર જણાવે છે.