મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે નોટરી તરીકે સિનિયર વકીલોની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબીના વકીલ પલ્લવીબેન કિશોરભાઈ ચંડીભમરની નોટરી તરીકે પસંદગી કરી તેમની નિમણૂક કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે પસંદગી થયેલા પલ્લવીબેન કિશોરભાઈ ચંડીભમર હાલમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય તરીકે પણ કાર્યરત છે. તેમજ તેમના નાના બહેન કાજલબેન કિશોરભાઈ ચંડીભમર સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ સહિત અનેક સામાજિક સંસ્થાઓ અને સેવાકાર્યો સાથે પણ જોડાયેલા છે. પલ્લવીબેન ચંડીભમર (મો.9825291422)ની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતા તેમને સગા સબંધી, મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.