ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિત અગ્રણીઓ હાજર રહ્યાહળવદ : હળવદ શહેર યુવા ભાજપ દ્વારા યુવા ચૌપાલ એટલે કે, ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ સીટ સાથે ત્રીજી વખત મોદી સરકાર બનાવવા માટે હાજર સૌ કાર્યકરોએ સંકલ્પ કર્યો હતો.સાથે જ ભારત સરકાર અને ગુજરાત સરકારની લોક ઉપયોગી કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં રામદેવપીરની વાડી ખાતે યુવા ચોપાલ (ખાટલા બેઠક)કરવામાં આવી રહી છે.બેઠક દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી આપી આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. શુક્રવારે રાત્રીના યોજાયેલ બેઠકમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,દાદાભાઈ ડાંગર,ડૉ.અનિલભાઈ પટેલ,વલ્લભભાઈ પટેલ,જતીનભાઈ રાવલ, તપનભાઈ દવે,રવિભાઈ પટેલ , અમિતભાઈ ગઢિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને આવનાર લોકસભાની ચૂંટણીમાં દરેક બુથમાં થઈ ૩૭૦ મતની લીડ મળે તે માટે તનતોડ મહેનત કરવા માટે આહવાન કર્યું હતુંઆ કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઈ ડાભી, શહેર યુવા પ્રમુખ જયદીપભાઈ રબારી,મહાવીરભાઈ ઠાકર, કમલેશભાઈ ધારિયાપરમાર , ચંદુભાઈ,વિશાલભાઈ પરમાર, મહેશભાઈ તારબુંદીયા,શિવમભાઈ દવે,અજયભાઈ મકવાણા,તીર્થભાઈ ઠક્કર,દિગુભા વાઘેલા,વિવેકભાઈ રાવલ,શિવમભાઈ રાવલ સહિત યુવા કાર્યકરો જોડાયા હતા.