ધ્વજારોહણ, આરતી, શણગાર, રંગોળી, લાઈટીંગ, ભાંગ પ્રસાદ, પૂજામાં સહભાગી થવા ભક્તોને આમંત્રણમોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 8 માર્ચના રોજ મહાશવિરાત્રિ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જડેશ્વર મહાદેવ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના દિવસે ધ્વજારોહણ, આરતી, શણગાર, રંગોળી, લાઈટીંગ, ભાંગ પ્રસાદ, પૂજા સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેમાં ભક્તોને સહભાગી થવા આમંત્રણ પાઠવાયું છે.મહાશિવરાત્રિના દિવસે સવારે 9 વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12 કલાકે આરતી કરવામાં આવશે. આ ઉપરાંત સાંજે 7-30 કલાકે મહાઆરતી કરવામાં આવશે. મહાઆરતી બાદ ભક્તો માટે સાંજે ફરાળના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાઆરતીમાં આવનાર ભક્તોને આરતી શણગારીને લાવવા જણાવાયું છે. મહાશિવરાત્રિ નિમિત્તે સાંજે 5 વાગ્યે શૃંગાર દર્શનનો કાર્યક્રમ યોજાશે. જો કોઈ ભક્તો શિવજીનો શણગાર કરવા માગતા હોય તો મંદિરનો સંપર્ક કરવા જણાવાયું છે. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે જો કોઈને મંદિર પરિસરમાં રંગોળી કરવી હોય તો આગલા દિવસે 7 માર્ચે આવીને રંગોળી કરી જવા પણ જણાવાયું છે. આ ઉપરાંત મંદિરને લાઈટથી શણગારવા માટે પણ જો કોઈ દાતા ઈચ્છુક હોય તો મંદિરમાં લાઈટિંગ ડેકોરેશનની સેવા આપી શકે છે.મહાશિવરાત્રિના દિવસે મંદિરે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી અને સાંજે મહાઆરતી પછી સર્વે ભક્તોને ભાંગનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવશે. જો કોઈ ભાંગ પ્રસાદના દાતા બનવા ઈચ્છુક હોય તો તેઓએ મંદિરનો સંપર્ક કરવા જણાવાયું છે. મહાશિવરાત્રિના પર્વે આખી રાત ચાર પહોરની પૂજા થશે. ચારેય પહોરની પૂજાના દર્શનનો લાભ ભક્તો લઈ શકે છે અને કોઈપણ વ્યક્તિ આ પૂજા દરમિયાન કાર્યકર તરીકે સેવા પણ આપી શકે છે. વધુ માહિતી અને દાતા તરીકે જોડાવવા માટે રમેશભાઈ પીઠવા મો.નં. 990 9560998 અથવા યશવંતભાઈ જોશી મો.નં. 9974768005 નો સંપર્ક કરવા જણાવાયું છે.