હળવદ સહિતના શહેરના મુસાફરો સીધા જ ગાંધીનગર પહોંચી શકશે હળવદ : ભુજ અમદાવાદ વચ્ચે ચાલતી ઇન્ટરસિટી ટ્રેન રેલવે દ્વારા અચાનક બંધ કરવામાં આવતા ગામે ગામથી ટ્રેન શરૂ કરવા માંગ કરવાની સાથે સાંસદ મહેન્દ્ર મૂંઝપરા દ્વારા રેલવેને રજુઆત કરતા આગામી તા.6માર્ચથી આ ટ્રેન પુનઃ શરૂ કરવામાં આવશે અને અમદાવાદને બદલે ગાંધીનગર સુધી જશે.પશ્ચિમ રેલવે દ્વારા સતાવાર જાહેર કરાયુ છે કે, ભુજ અમદાવાદ વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ટેકનિકલ વિકાસનું કાર્ય ચાલુ હોવાથી બંધ થઈ હતી તે આગામી 6માર્ચથી રાબેતા મુજબ શરૂ થશે જે સાબરમતી રેલવે સ્ટેશનની જગ્યા એ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન સુધી જશે.