- text
હળવદ : હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા સગીરે સગાઈ કરાવી આપવાની જીદ કરતા માતાપિતાએ સગાઈ ન કરાવી આપતા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા રવિ નવઘણભાઈ પનારા ઉ.17 નામના સગીરે બે માસ પૂર્વે માતાપિતાને સગાઈ કરાવી આપવા માટે કહ્યું હતું જેથી તેમના માતાપિતાએ સગાઈ કરાવી આપીશું તેવું કહી સગાઈ ન કરાવી આપતા રવીને લાગી આવતા પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text