મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં ત્રણ સ્થળોએ આગ લાગવાના બનાવ બન્યા છે. ત્રણેય બનાવોમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોએ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લીધી હતી.ફાયર કંટ્રોલરૂમમાં ગત રાત્રે 09:01 કલાકે કોલ ઉપર જાણ કરાઈ હતી કે પીપળીયા ચાર રસ્તા ક્રિસ્ટલ કાર્બન કોલસાનાં કારખાનાંમાં આગ લાગેલ છે. બાદમાં આજે 12:28 કલાકે વાંકાનેર ચોટીલા હાઈવે પર ભારત ઓઇલ મીલ જીનમાં રૂ માં આગ લાગેલ હતી. 03:25 કલાકે આમરણ અને ફરસર ગામ વચ્ચે ખુલ્લા ઘાસમાં આગ લાગેલ હતી. ફાયર ટીમની સારી કામગીરીની કારણે મોટી દુર્ઘટના ટળી હતી.