વાંકાનેર : વાંકાનેર દિવાનપરામાં રહેતાં નિતીનભાઇ રમણીલાલ ખીરૈયા (ઉ.વ.૫૫) નામના ચાની ભુકીના વેપારી ઉપર સાંજે રીતેષ ઝાલા સહિતનાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ લોખંડના પાનાથી ફટકારતાં ઇજા થતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.વધુમાં નિતીનભાઇનો ભત્રીજો અને હુમલો કરનારનો ભાઇ થોડા દિવસ પહેલા દારૂના કેસમાં પકડાયા હતાં. દારૂની બાતમી નિતીનભાઇએ પોલીસને આપી હોવાની શંકા કરી હુમલો કરાયો હોવાનું પોલીસ સમક્ષ જણાવતા રાજકોટ પોલીસે વાંકાનેર પોલીસને જાણ કરી છે.