મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનવા બદલ કિશોરભાઈ ચીખલીયાનો આગામી તા.2 માર્ચના રોજ રવાપર - ઘુનડા રોડ ઉપર આવેલ ઉજ્જવલ પાર્ટી પ્લોટ ખાતે બપોરે 4 કલાકે પદગ્રહણ સન્માન સમારોહ યોજાનાર છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. આ સાથે લલિતભાઈ કગથરા, ઋત્વિક મકવાણા, જીગ્નેશ મેવાણી, લલિતભાઈ વસોયા, જાવેદ પીરઝાદા, અમરશીભાઈ ડેર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે