ભૂગર્ભની કુંડીઓ બંધ ન કરવામાં આવતા પશુઓ અને નાગરિકો ગમે ત્યારે ભફમોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી જનકલ્યાણ સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભની ખુલ્લી કુંડીઓ બંધ કરવામાં ન આવતા મોતના કુવા સમાન આ કુંડીઓ નાગરિકો અને પશુઓ માટે જોખમી સાબિત થઇ રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલી જનકલ્યાણ સોસાયટીમાં લાંબા સમયથી 5 જેટલી કુંડીઓના ઢાંકણ ઢાંકવામાં ન આવતા રાત્રીના સમયે અનેક નાગરિકો આ ખુલ્લી જોખમી કુંડીમાં પડતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સાથે જ ખુલ્લી કુંડીઓ પશુઓ માટે પણ જોખમી બની હોય સત્વરે નગરપાલિકા દ્વારા આ મોતના કુવા સમાન કુંડીના ઢાંકણ ઢાંકે તેવી માંગ ઉઠાવી છે.