અમદાવાદ કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર,પાટિલના હાથે 100 કોંગ્રેસ આગેવાનોએ ખેસ પહેર્યો, કાનાલાલ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા મોરબી : મોરબી જિલ્લામાં કોંગ્રેસનું રહ્યું સહ્યું અસ્તિત્વ પણ ખતમ થયું હોય તેવી સ્થિતિમાં મોરબી જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિતના 100 જેટલા દિગજ્જ જુના જોગીઓએ મંગળવારે નારાજગી સાથે કોંગ્રેસનો હાથ છોડી આગામી લોકસભા ચૂંટણીમાં કમળ ખીલવવા માટે કેસરિયો ધારણ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે, મોરબી કોંગ્રેસના જુના જોગીઓએ સોમવારે અમદાવાદ કમલમ ખાતે ધારાસભ્ય કાંતિલાલ સહિતના સ્થાનિક આગેવાનો સાથે ખેસ પહેર્યો હતો.કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિમણુંક કરતા જ મોરબી કોંગ્રેસમાં રીતસર ભડકો થયો હતો અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી પ્રદેશના નિર્ણય સામે નારાજગી દર્શાવી રજુઆત કરવા છતાં જિલ્લા પ્રમુખ યથાવત રાખવાં આવતા છેલ્લા બે દિવસથી મોરબી કોંગ્રેસમાં રાજીનામાઓનો દૌર શરૂ થયો હતો અને એક પછી એક જુના જોગીઓએ રાજીનામાં ફાક્વા છતાં પ્રદેશ નેતાગીરી ગંભીર બની ન હતી.બીજી તરફ મંગળવારે સવારે અચાનક જ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે તેઓ અને તેમાં નારાજ સાથીઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની જાહેરાત કર્યા બાદ મંગળવારના વિજય મુહૂર્તમાં પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, બક્ષીપંચ મોરચાના જેઠાભાઇ મિયાત્રા સહિતના આગેવાનોની હાજરીમાં જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન નિલેશભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન કિશોરભાઈ બાવરવા, મનસુખભાઇ રબારી, ચેતનભાઈ એરવાડિયા, બરવાળા ગામના સરપંચ ભરતભાઇ બાવરવા તેમજ આખી પંચાયત બોડી સહિતના 100 જેટલા આગેવાનો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઈ ગયા હતા.