મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં બનેલો બનાવમોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા યુવાને ત્રણ વર્ષથી માતા ઘર છોડી ચાલ્યા ગયા હોય વિરહમાં ગુમસુમ રહ્યા બાદ ગત તા.25ના રોજ ફેકટરીના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ક્રિસાઝ ફાર્માસ્યુટિકલ કંપનીમા કામ કરતા મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અલ્પેશભાઈ હેમસંગજી ઠાકોર ઉ.19ના માતા નર્મદાબેન ત્રણેક વર્ષ પૂર્વે ઘર છોડી ચાલ્યા જતા લાંબા સમયથી અલ્પેશભાઈ ગુમસુમ રહેતા હતા અને ગત તા.25ના રોજ માતાના વિરહમાં ફેકટરીના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.