મોરબીના જાંબુડિયા ગામનો બનાવમોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતા મામતાબેન હિરેનભાઈ રાઠોડ ઉ.19 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પરિણીતા મમતાબેનના લગ્ન દોઢ વર્ષ પૂર્વે થયા હોવાનું બહાર આવ્યું છે.