મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર કુબેર ટોકીઝ પાસે પગપાળા જઈ રહેલા વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ મોતીભાઈ સાવરિયા નામના આધેડને જીજે -36 - એસ - 1973 નંબરના ક્રેઇન ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા વિનુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ ક્રેઇન ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના પુત્ર હિમતભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ક્રેઇન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.