ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે બાઘુભાઇ રબારીના તબેલામા દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા આરોપી સુનિલભાઈ રાજુભાઇ ઉઘરેજા દેશી દારૂ બનાવતા ઝડપાઇ ગયો હતો. પોલીસે દરોડા દરમિયાન આરોપીને ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 2250ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.