મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૃપા સમિતિ દ્વારા ભવ્ય રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથા જ્ઞાનયજ્ઞનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.રામકથા જ્ઞાનયજ્ઞના વ્યાસપીઠ પર રત્નેશ્વરી દેવીએ બિરાજી સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક સંતો-મહંતો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દરેક માટે સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ 108 રાંદલ માતાજીના લોટા, મેડીકલ કેમ્પ જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ રામકથા જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા જય માતાજી સેવા સમિતિના ભાઈઓ અને બહેનો સેવકગણોએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગત દ્વારા જણાવવામાં આવ્યું છે.