મોરબી : મોરબીમાં ગઈકાલે ક્રાઇમબ્રાન્ચે દારૂના કટિંગ સમયે દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂ કબ્જે કરવાના કિસ્સામાં જે બુટલેગરનું નામ ખુલ્યું હતું તે બુટલેગરને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તેના રહેણાંક મકાનેથી બિયરના 3 ડબલા સાથે ઝડપી લીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે નવા ડેલા રોડ ઉપર રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા નામના શખ્સને કિંગ ફિસર સ્ટ્રોંગ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો. નોંધનીય છે કે, ગઈકાલે મોરબી ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા વિદેશી દારૂના ગુન્હામાં પણ હિતેશ ઉર્ફે મોઢીયાનું નામ ખુલ્યું હતું.