મોરબી : મોરબી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા HTAT મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે સરકાર સુધી રજૂઆત પહોંચાડવા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્રમાં કરાયેલ રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની પોસ્ટ ઉભી કરીને વર્ષ 2012 થી 2018 સુધી નિમણૂક આપવામાં આવી છે. આ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં HTAT આચાર્ય મિત્રોના બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી.વધુમાં અનેક વખત આ બાબતે વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં કરી છે. નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવામાં આવ્યા નથી. તેથી તાત્કાલિક આ નિયમો જાહેર કરવામાં આવે નહીંતર ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા કરવાની જરૂર પડશે તેમ જણાવાયું છે.