મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ગઈકાલે સાંજથી આજે રવિવાર બપોર સુધીમાં આગના કૂલ 3 બનાવોમાં ફાયર બ્રિગેડ વિભાગ દોડતો રહ્યો હતો અને આગના ત્રણેય બનાવમાં સમયસર પહોંચી આગ કાબૂમાં લીધી હતી.પ્રથમ ઘટનામાં ગઈકાલે રાત્રે 8.20 કલાકે ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો કે, મોરબી-વાંકાનેર હાઈવે પર જાંબુડીયા પાવર હાઉસ પાસે RJ 14 GB 1554 નંબરના ટ્રેલરમાં આગ લાગી હતી. સ્થળ પર જઈને ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ આજે 4:03 કલાકે વહેલી સવારે આમરણ ગામ નજીક સીમા ઓઇલ મીલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાની જાણકારી મળતાં ફાયરટીમ ત્યાં પહોંચી હતી અને 5 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.ત્યારબાદ આજે બપોરે 12:57 લતીપર રોડ ટંકારા પાસે લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં રૂ નાં ઢગલામાં આગ લાગી હોવાની જાણકારી ફાયરની ટીમને મળી હતી. તેથી ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી. જો કે આ ત્રણેય ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.