મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી નાનજીભાઇ સામજીભાઇ જેઠલોજા, ભરતભાઇ મોરાજીભાઇ માકાસણા, ભુપતભાઇ ઠાકરસીભાઇ અઘારા, નરેન્દ્રભાઇ મગનભાઇ કાલરીયા, મનહરભાઇ ઉકાભાઇ ચારોલા અને ગણેશભાઇ રામજીભાઇ જેઠલોજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 37,350 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.