તમામ અગ્રણીઓના અભિપ્રાયો લેવાયા, હવે કાલે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મુકાશે રિપોર્ટમોરબી : લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. જેમાં આજે કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે પણ સેન્સ લેવામાં આવી હતી.ભુજના ભાજપ કાર્યાલય ખાતે ક્ચ્છ,મોરબીના દાવેદારો આવ્યા હતા. અહીં ભાજપ કાર્યાલયે ધારાસભ્યો સહિતના વિવિધ હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ મેયર બીજલ શાહ તમામ દાવેદારોને મળ્યા હતા. ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવામાં આવી છે હવે આવતીકાલે રિપોર્ટ પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ મુકવામાં આવનાર છે.