મોરબી : મોરબીના બે ડોક્ટર દીકરીઓ ડો. પ્રેક્ષા અઘારા વડસોલા અને ડો. પૂર્વી અઘારા વિરોજાએ રાજકોટના ફિલ્ડ માર્શલ રોડ, હિરા પન્ના કોમ્પલેક્ષ, મોટા મવા ખાતે સત્ત્વ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે લેબોરેટરીના ઉદધાટન પ્રસંગે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યુ હતું.આ લેબોરેટરીનું ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ટંકારા-પડધરી દુર્લભજીભાઈ દેથરીયા, મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, અરવિંદભાઈ વાંસદળીયા સહીતના મહેમાનો તેમજ પરિવારના સભ્યો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. સત્ત્વ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં અતિ આધુનિક મશીનરી સાથે ઝડપી રિપોર્ટની સુવિધા, લોહીની તપાસના તમામ પ્રકારના રિર્પોટ જેવા કે લોહીના ટકા તથા કણોની તપાસ કોલેસ્ટ્રોલ તથા પ્રોટીન, ડાયાબિટીસ, થાઈરોઈડ તથા અન્ય હોર્મોનની તપાસ, વિટામીન પેનલ, યુરિન તથા સ્ટુલના રિર્પોટ, બાયોપ્સી અને સાયટોલોજી રિર્પોટ, લીવર, કીડનીના રિર્પોટ માટે હોમ કલેક્શનની સુવિધા, વોટ્સએપ દ્વારા ઘરે બેઠા મેળવવાની સુવિધાઓ આપવામાં આવશે.