મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈને પૂર્વ પ્રમુખ મેદાને આવ્યા બાદ પણ પ્રદેશ કક્ષાએથી કોઈ પગલાં ન લેવાતા એક પછી એક રાજીનામાં પડી રહ્યા છે. જેમાં હવે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રામજીભાઈ રબારી એ પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે. તેઓએ પ્રદેશ પ્રમુખને આ અંગે સત્તાવાર લેખિત જાણ કરી છે.