જાગૃત નાગરિકો દ્વારા આરોગ્ય મંત્રી, કલેકટર અને ધારાસભ્યને રજુઆતમોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસથી સફાઈ કામદારો, સિક્યુરિટી ગાર્ડ, સુપરવાઈઝર અને ડ્રાઇવરો પગાર ટાઈમે થયો નથી. તેવી આરોગ્ય મંત્રી, કલેક્ટર અને ધારાસભ્યને સામાજિક કાર્યકરો દ્વારા રાવ કરવામાં આવી છે.મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા અને ચિરાગ સેતા દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સરકારી હોસ્પિટલ જેમાં સફાઈ કામદારો તથા સિક્યુરિટી ગાર્ડના પગાર છેલ્લા ત્રણ મહિનાથી થયેલ નથી. તે અંગે અગાઉ પણ સુપ્રિટેન્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તેઓ ભાડાના મકાનમાં રહેતા હોય, છોકરાઓની ફી ભરવાની હોય ત્યારે સમયસર પગાર ન થવાથી તેઓ કફોડી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે.જેથી તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માંગ છે.