મોરબી : મહાન કવિ અને સમાજ સુધારક સંત શિરોમણી સતગુરુ રવિદાસજીની જન્મજયંતી નિમિત્તે મોરબીના જેતપર (મચ્છુ)ના સ્કેચ આર્ટિસ્ટે રવિદાસજીનું સ્કેચ તૈયાર કરીને રવિદાસજીના મંદિરમાં અર્પણ કર્યું હતું.ગઈકાલે તારીખ 24 ફેબ્રુઆરી ને મહા સુદ પુનમના રોજ સંત રવિદાસજીની 647મી જન્મજયંતી હોય મોરબીના જેતપર (મચ્છુ) ગામના રોહિત ધનજીભાઈ પરમાર નામના સ્કેચ આર્ટિસ્ટે સંત રવિદાસજીનું સ્કેચ તૈયાર કરીને મોરબીના રોહિદાસ પરા વોર્ડ નંબર 2માં આવેલા રવિદાસજીના મંદિરે આ સ્કેચ અર્પણ કર્યું હતું.