અમારા વિસ્તારમાં આવવું નહિ કહી યુવાનને ધમકી આપ્યા બાદ બે શખ્સોએ કર્યો હુમલોવાંકાનેર : વાંકાનેરના ગ્રીન ચોક નજીક બે દિવસ પૂર્વે માથાભારે શખ્સે આ વિસ્તાર અમારો છે અહીં આવવું નહિ કહી યુવાન સાથે માથાકૂટ કરતા આ માથાકૂટના સમાધાનમાં ગયેલ યુવાન અને તેના મિત્ર ઉપર બે શખ્સે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ફરિયાદી મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઇનાયત ઉર્ફે ઇલું અને અલાઉદીન સમા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પાંચેક દિવસ પૂર્વે ફરિયાદી મયુરસિંહના મોટાભાઈ જીતેન્દ્રસિંહ કામ સબબ ગ્રીન ચોક પાસે ઉભા હતા ત્યારે આરોપી ઇનાયત ઉર્ફે ઇલુંએ માથાકૂટ કરી આ વિસ્તાર અમારો છે કહી અહીં આવવું નહિ તેમ કહેતા મયુરસિંહ આ માથાકૂટના સમાધાન માટે ગ્રીન ચોક ગયા હતા અને ઇનાયતને ફોન કરી બોલાવતા લક્ષ્મીપરા જમાતખાના પાસે બોલાવ્યા હતા.બાદમાં ફરિયાદી મયુરસિંહ અને તેમના મિત્ર ઓમદેવસિંહ લક્ષ્મીપરા જમાતખાના પાસે જતા આરોપી ઇનાયત અને તેનો મિત્ર અલાઉદિન સમાએ ગાળા ગાળી કરી બન્ને માર માર્યો હતો અને આરોપી અલાઉદીને મયુરસિંહ ઉપર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.