હળવદ : હળવદ શહેરમાં ત્રણ રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર સામે રહેતા શ્રમિક પરિવારની યુવતીને ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના જોગણી માતાજીના મંદિર સામે ઝૂંપડા બાંધી રહેતા શ્રમિક પરિવારની જેકીબેન હકાભાઇ વાંઝા ઉંમર વર્ષ 18ને ગત શનિવારના રોજ તેઓના ઝૂંપડામાં જ બપોરના સમયે ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.