મોરબી : એકાદ વર્ષ પહેલા શરૂ થયેલી અમદાવાદ-ભુજ વચ્ચે ચાલતી ઈન્ટરસિટી ટ્રેન રેલવે વિભાગ દ્વારા અચાનક બંધ કરી દેવાતા સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ રેલવે વિભાગના ડીઆરએમને લેખિત રજૂઆત કરીને ટ્રેન ફરી શરૂ કરવા જણાવ્યું છે.સુરેન્દ્રનગર સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ અમદાવાદ ડિવિઝનના ડીઆરએમને પત્ર લખીને જણાવ્યું છે કે, એકાદ વર્ષ પહેલા ભુજ થી અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેન (09455/56) શરૂ કરાઈ હતી જ અચાનક બંધ કરી દેવામાં આવ છે. આ ટ્રેન અમદાવાદ સુધી જતી હોય મોટાભાગના સ્ટેશન પર સ્ટોપેજ હોય કચ્છ કે અમદાવાદ તરફ જતાં મુસાફરોને સરળતા રહેતી હતી. આ ટ્રેન 19-02-2024થી બંધ કરી દેવામાં આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સત્વરે આ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.