હળવદ : મોરબી જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં જ જિલ્લા સંસ્કૃતિ સેલના હોદ્દેદારોની નિમણૂકો આપવામાં આવી છે.જેમાં સંયોજક,સહસંયોજક અને આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા જિલ્લા ભાજપના મહામંત્રીઓ દ્વારા જિલ્લા ભાજપના સાંસ્કૃતિક શેલના હોદ્દેદારોની નિમણૂકો કરી છે. જેમાં સંયોજક તરીકે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના અને સુપ્રસિદ્ધ ભજનીક જયમંતભાઈ રાજુભાઈ દવે ની નિમણૂક કરાઈ છે.જ્યારે સહસંયોજક તરીકે નાની વાવડીના સુરેશભાઈ પડસુંબીયાને જવાબદારી સોંપવામાં આવી છે.તેમજ સાંસ્કૃતિક સેલના સભ્ય તરીકે ભાવેશભાઈ વરસડા,અશોકભાઈ અગ્રવત,ભઅશ્વિનભાઈ બરાસરા, પ્રેમજીભાઈ દફતરી,ધનેશ્વરભાઈ વ્યાસ,મુકેશભાઈ અને ગૌતમભાઈ ઓરીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.