મોરબીમાં દારૂ આપી જનારને વવાણીયામા ક્રેટા કાર સાથે ઝડપી લેવાયો, ચાર વિરુદ્ધ ગુન્હોમોરબી : ગઈકાલે મોરબીના રવાપર રોડ ઉપર ક્રેટા કારમાથી વિદેશી દારૂ ઝડપાઇ જવાના કિસ્સા બાદ આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર કરનાર બુટલેગર તેમજ અન્ય એક શખ્સને મોરબી એલસીબીએ માળીયાના વવાણીયા ગામે દારૂ ભરેલી ક્રેટા કાર સાથે ઝડપી લઈ રૂપિયા 10.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે માળીયા તાલુકાના વવાણીયા ગામે રામજી મંદિર વાળી શેરીમાં આવેલ આરોપી સાગર ઉર્ફે ઠુઠો રામૈયાભાઈ સવસેટાના વાડામાં દરોડો પાડી આરોપી દેવજી ઉર્ફે દેવો લાલજી પરમાર રહે. વાવડી રોડ, કબીર આશ્રમ પાસે, મોરબી અને રાજસ્થાનના રહેવાસી સુખરામ ઉર્ફે હનુમાન બાબુલાલ સઉને 120 બોટલ વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે ઝડપી લઈ 40,500ની કિંમતનો વિદેશી દારૂ, 15 હજારની કિંમતના 2 મોબાઈલ ફોન અને 10 લાખની ક્રેટા કાર મળી કુલ 10,61,740ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.વધુમાં દરોડા દરમિયાન વિદેશી દારૂ મંગાવનાર આરોપી સાગર ઉર્ફે ઠુઠો રામૈયાભાઈ સવસેટા રહે.વવાણીયા નાસી ગયો હતો. પકડાયેલા બન્ને આરોપીઓએ વિદેશી દારૂનો આ જથ્થો આરોપી નરપતસિંહ રાજપૂત રહે. બાડમેર, રાજસ્થાન વાળાએ મોકલ્યો હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે ચાર આરોપીઓ વિરુદ્ધ નામ જોગ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ રજીસ્ટર કરાવી હતી.