મોરબી : મોરબીના શ્રી રામધન આશ્રમ ખાતે પ.પૂ.રતનેશ્વરી દેવીજીના વ્યાસાસને રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે. ત્યારે રામકથા દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, રાજુભાઈ વિંધાણી,સંજયભાઈ હિરાણી, અમીતભાઈ પોપટ, પોલાભાઈ પટેલ તેમજ શ્રી જલારામ મંદિર મહિલા મંડળના ભાવનાબેન સોમૈયા, નયનાબેન મીરાણી, રશ્મિબેન કોટક, ગાયત્રીબેન પંડિત,વંદનાબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન માનસેતા, રીનાબેન ચૌહાણ સહીતનાઓનું અવિરત માનવસેવા પ્રદાન કરવા બદલ શ્રી રામધન આશ્રમના મહંત પ.પૂ.ભાવેશ્વરી માતાજી તથા પ.પૂ.રતનેશ્વરી દેવીજી દ્વારા સન્માનિત કરવા માં આવ્યા હતા. શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબીના અગ્રણીઓએ ઉપસ્થિત સંતો-મહંતોને શાલ ઓઢાળી તેમના વંદન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.