વાંકાનેર : વાંકાનેરના મિલપ્લોટ રેલવે ફાટક પાસે ફાટક ખુલવાની રાહ જોઇને ઉભેલા પિતા પુત્રના બાઈક ઉપર પાછો પડેલો ટ્રક ફરી વળતા બ્રાહ્મણ વૃદ્ધનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાકાનેર શહેરના મિલપ્લોટ ફાટક પાસે અમિતભાઇ પંડ્યા તેમજ તેમના પિતા દિલીપભાઈ પંડ્યા ફાટક ખુલવાની રાહ જોઇને ઉભા હતા ત્યારે આગળ ઉભેલો ટ્રક અચાનક પાછળ ધસી આવતા બાઈક ચલાવી રહેલા દિલીપભાઈ પંડ્યા ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવતા દિલીપભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર અમિતભાઇ પંડ્યાએ ટ્રક નંબર જીજે - 3 - બીવાય - 5352 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.