પ્રમુખ તરીકે ભીખાભાઈ અને ઉપપ્રમુખ તરીકે સનીભાઈ ઠક્કરને જવાબદારી સોંપાઈહળવદ : હળવદ તાલુકા પેસ્ટીસાઇડ એસોસિયેશનની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનું મતે સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, કારોબારી સભ્ય સહિતના હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી છે.ગુરૂવારના રોજ હળવદ હાઇવે પર આવેલ હોટલ વનવગડો ખાતે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પેસ્ટીસાઈડ સાથે જોડાયેલ વેપારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠનના હોદેદારોની તમ પૂર્ણ થતી હોય જેથી નવા હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી હતી. જેમાં હળવદ તાલુકા પેસ્ટીસાઈડ એસોસિયેશનના પ્રમુખ તરીકે ભીખાભાઇ પટેલ( પનંચનાથ ટ્રેડશ)ઉપપ્રમુખ સનીભાઇ ઠક્કર(ભવાની ફટીલાઈઝર્સ)ખજાનચી દિનેશભાઈ પટેલ( માધવ એઞ્રો)ને જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે કારોબારી સભ્ય તરીકે રાજુભાઇ પટેલ (શીવ એગ્રો), પ્રતાપભાઈ (સોનોગ્રા પેસ્ટીસાઇડ), દશરથભાઇ પટેલ(ન્યૂ શીવ ટ્રેડશ),કાળુભાઈ (બજરંગ એગ્રો), મનસુખભાઇ (ઉમિયા એગ્રો), ધીરુભાઈ (મહાકાળી ફર્ટિલાઈઝર્સ), રાજુભાઇ (મહાકાળી પેસ્ટીસાઇડ), નિલેશ ભાઈ (ધરતી એગ્રો & ઈરીગેશન), મિલન ભાઈ (હેતલ ટ્રેન્ડર્સ), મુનાભાઈ (ઉમિયા એઞ્રો એજન્સી), યોગેશભાઈ (કિશન એગ્રો), પ્રવિણભાઈ (ટીકર), ભાવેશભાઈ (રવિ રાંદલ ફર્ટિલાઈઝર્સ) ચરાડવાની પસંદગી કરવામાં આવી હતી.