ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીના 25 હજારથી વધુ પુસ્તકોનું કલેક્શન : ખ્યાતનામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય લેખકોના એકથી એક ચડિયાતા પુસ્તકો મળશે : 3 માર્ચ સુધી ચાલશે પુસ્તક મેળોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વાચકો માટે દિવાળી જેવો માહોલ છવાઈ જવાનો છે. કારણકે ખ્યાતનામ પ્રકાશન કંપની RR શેઠ દ્વારા મોરબીમાં આજથી પુસ્તક મેળાનો પ્રારંભ થયો છે. આ પુસ્તક મેળો થોડા દિવસો માટે જ હોય આજે જ પધારી આપનું મનગમતું પુસ્તક ખરીદો.RR શેઠ એન્ડ કંપનીના સ્થાપક ભુરાલાલ શેઠ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. જેઓ મહાત્મા ગાંધીજી સાથે જેલમાં ગયા હતા. તેમના વિચારોમાં વિશ્વાસ રાખીને, ભુરાલાલ શેઠે નવજીવન અખબાર અને તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકો વેચવાનું શરૂ કર્યું. તેમણે સસ્તી કિંમતે સારી ગુણવત્તામાં ઉત્તમ પુસ્તકો પ્રકાશિત કરવાના મિશન સાથે RR શેઠની શરૂઆત કરી હતી. RR શેઠ 1926થી પુસ્તક પ્રકાશન ક્ષેત્રે કાર્યરત છે. 98 વર્ષથી વધુની સફર દરમિયાન, તેમને મહાન ગુજરાતી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે.RR શેઠ દ્વારા મોરબીના વાચકોને ઘરઆંગણે જ મનગમતું પુસ્તક મળી રહે તે માટે શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં તા.23 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 25 હજારથી વધુ પુસ્તકો છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેખકોના પુસ્તકો છે. જીવન ચરિત્ર, નવલકથા, પ્રેરણાતમક, આધ્યાત્મિક, ધાર્મિક, સ્વંચિંતન સહિતના વિષયો ઉપરના એકદમ ફ્રેશ પુસ્તકો અહીં મોરબીવાસીઓને મળવાના છે.વધુમાં વાચકો માટે RR શેઠ દ્વારા એક ઓફર પણ મુકવામાં આવી છે. જેમાં એક વખત રૂ.5000 ભરી લાઈફટાઈમ મેમ્બરશીપ મેળવી શકાશે. જેમાં આજીવન દર વર્ષે રૂ.1000ના પુસ્તકો ફ્રી મળશે. આ પુસ્તક મેળાનો લાભ લેવા દરેક મોરબીવાસીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સ્થળ : સ્કાય મોલ, શનાળા રોડ, મોરબીતા. ૨૩ ફેબ્રુઆરીથી ૩ માર્ચસમય : 10 થી 10મો.નં.8320037279