કોમ્બિન્ગ નાઈટ દરમિયાન પોલીસે સ્વીફ્ટ કારમાં દારૂ બિયર સાથે ઢીંચીને નીકળેલા બન્ને શખ્સને દબોચ્યાહળવદ : હળવદ પોલીસે ગતરાત્રીના કોમ્બિન્ગ નાઈટ દરમિયાન કવાડિયા ચેક પોસ્ટ ઉપર સર્પાકારે સ્વીફ્ટ કાર લઈને પસાર થતા રાજકોટ અને ધ્રાંગધ્રાના બે શખ્સને દારૂ પીધેલી હાલતમાં એક બિયર તેમજ પોણી બોટલ દારૂ સાથે ઝડપી લઈ સ્વીફ્ટ કાર સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના કોમ્બિન્ગ નાઈટ પેટ્રોલિંગમાં રહેલ હળવદ પોલીસ ટીમ કવાડિયા ચેક પોસ્ટ પહોચતા જીજે - 10 - DN - 302 નંબરની સ્વીફ્ટ કારમાં આરોપી મહેશભાઇ કારૂભાઇ વરૂ, રહે. ગોપાલ ચોક સાધુવાસવાણી રોડ રાજકોટ શહેર, મુળ રહે-જસાપર તા-કાલાવડ જી-જામનગર અને જીતુભાઇ પુનમભાઇ વકાતર, રહે.વિરેન્દ્રગઢ તા-ધ્રાગધ્રા જી-સુરેન્દ્રનગર નામના શખ્સ ચિક્કાર નશો કરેલી હાલતમાં 500 એમએલ દારૂ ભરેલી એક બોટલ તેમજ એક બિયરના ટીન સાથે ઝડપાઇ જતા હળવદ પોલીસે રૂપિયા 1 લાખની કાર, 11 હજારના 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.