મોરબી : આજે ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ તા. 23 ફેબ્રુઆરી, 2024 છે. તેમજ ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 2080, માસ મહા, પક્ષ સુદ, તિથિ ચૌદશ અને વાર શુક્ર છે. ત્યારે આપણે જાણીએ કે 23મી ફેબ્રુઆરી એ વિશ્વના ફલક ઉપર કઈ-કઈ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે? કઈ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ છે?મહત્વપૂર્ણ ઘટનાઓ1886 – અમેરિકન રસાયણશાસ્ત્રી અને સંશોધક માર્ટિન હેલે એલ્યુમિનિયમની શોધ કરી.1940 – રશિયન સેનાએ ગ્રીસ નજીકના લાસી ટાપુ પર કબજો કર્યો.1941 – ડૉ. ગ્લેન ટી. સીબોર્ગ દ્વારા પ્લુટોનિયમનું સૌ પ્રથમ ઉત્પાદન કરવામાં આવ્યું.1947 – ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન (ISO) ની સ્થાપના કરવામાં આવી.1952 – ભારતમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈનો કાયદો પસાર કરવામાં આવ્યો.1954 – પોલિયોનું પ્રથમ સામૂહિક રસીકરણ પિટ્સબર્ગમાં શરૂ કરવામાં આવ્યું.1970 – ગુયાના દેશ પ્રજાસત્તાક બન્યો અને આજના દિવસને ગુયાનાના રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.1988 – સદ્દામ હુસૈને ઉત્તરી ઈરાકમાં કુર્દ અને એસ્સીરીયન લોકો વિરુદ્ધ અંફાલ નરસંહારની શરૂઆત કરી.2003 – કેનેડાના ડેવિસને વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારીને 1983માં કપિલદેવનો રેકોર્ડ તોડ્યો.2005- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ ત્રણ દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા.2006 – ઇરાકમાં જાતીય હિંસામાં 159 લોકોના મોત થયા.2007 – પાકિસ્તાને શાહીન-2 મિસાઇલનું પરીક્ષણ કર્યું.2009 – થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એશિયન ગ્રાન્ડ પ્રી આર્ચરી ચેમ્પિયનશિપમાં ભારતીય તીરંદાજોએ ત્રણ સિલ્વર મેડલ જીત્યા.2010- ભારતના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈનને કતારની નાગરિકતા આપવામાં આવી હતી.પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1881 - સરદાર અજીત સિંહ – ભારતના પ્રખ્યાત દેશભક્ત અને ક્રાંતિકારી હતા. તેઓ શહીદ ભગતસિંહના કાકા હતા.1897 - રાધારમણ મિત્ર – બંગાળી ભાષાના પ્રખ્યાત લેખક.1909 – ચાંપરાજ શ્રોફ, ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા તરીકે જાણીતા ઉદ્યોગપતિ (અ. ૧૯૬૮)1913 - પી.સી. સરકાર – ભારતના પ્રખ્યાત જાદુગર.1954 - બાબા હરદેવ સિંહ – ભારતના પ્રખ્યાત સંત અને સંત નિરંકારી મિશનના આધ્યાત્મિક ગુરુ.1965 – અશોક કામ્ટે, ૨૦૦૮ મુંબઈ હુમલામાં શહીદ થયેલા મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર (અ. ૨૦૦૮)1968 – કૃતિકા દેસાઈ ખાન, ભારતીય ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન અભિનેત્રી1969 - ભાગ્યશ્રી – હિન્દી ફિલ્મોની અભિનેત્રી1982 - કરણ સિંહ – રાજકીય નેતા.1983 - અઝીઝ અંસારી – ભારતીય/અમેરિકન હાસ્ય કલાકારપ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1468 - યુજેન ગોટેનબર્ગ – પ્રિન્ટિંગ મશીનના શોધક.1881 – જલારામ બાપા, ગુજરાતમાં જન્મેલા હિંદુ સંત (જ. ૧૭૯૯)1904 - મહેન્દ્રલાલ સરકાર – એક સમાજ સુધારક અને હોમિયોપેથીને પ્રોત્સાહન આપનાર ડૉક્ટર હતા.1969 - વૃંદાવનલાલ વર્મા – ઐતિહાસિક નવલકથાકાર અને નિબંધકાર1969 - મધુબાલા – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી1975 - રાજેન્દ્ર નારાયણ સિંહ દેવ – ઓડિશા રાજ્યના 6મા મુખ્ય પ્રધાન હતા.2003 – મનહર મોદી, ગુજરાતી કવિ અને સાહિત્યકાર. (જ. ૧૯૩૭)2004 – વિજય આનંદ, ભારતીય દિગ્દર્શક, નિર્માતા, પટકથા લેખક અને અભિનેતા (જ. ૧૯૩૪)(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)