રવાપર ગામની શિવશકિત સોસાયટીમા બ્રેઝા કાર સાથે એક પકડાયો, એકનું નામ ખુલ્યુંમોરબી : મોરબીના રવાપર ગામે આવેલ શિવશક્તિ સોસાયટીમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચે કોમ્બીંગ નાઈટ દરમિયાન બાતમીને આધારે બ્રેઝા કારમાં દારૂનો હેરફેર કરતા એક શખ્સને ઝડપી લઈ વિદેશી દારૂની 215 બોટલ સહિત રૂ.4,97,805નો મુદામાલ કબ્જે કરી એક અન્ય શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ગઈકાલે કોમ્બીંગ નાઈટમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં બાતમી મળેલ કે, રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતો વિપુલભાઇ નરસંગભાઇ આહીર તેની બ્રેઝા કાર નં.GJ-36-L-3120 વાળીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે અને હાલ આ કાર તેના રહેણાંક મકાન સામે આવેલ જાહેર પાર્કિંગમાં પડી છે.આ બાતમીને આધારે મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેઇડ કરતા આરોપી વિપુલભાઇ નરસંગભાઇ બાલાસરા, રહે. રવાપર ગામ શિવ શકિત સોસાયટી વાળો મળી આવતા કાર ચેક કરતા કારમાંથી મેકડોવેલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કીની 131 બોટલ કિંમત રૂપિયા 49,125 તેમજ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની 84 બોટલ કિંમત રૂપિયા 43,680 મળી આવતા રૂપિયા 4 લાખની બ્રેઝા કાર અને 5000ની કિંમતના મોબાઈલ ફોન મળી પોલીસે કુલ કી.રૂ. 4,97,805નો મુદામાલ મળી આવ્યો હતો. વધુમાં આરોપીની પૂછતાછમા અન્ય આરોપી દેવજીભાઇ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર રહે. હાલ મોરબી વાવડી રોડ, કબીર આશ્રમ પાસે વાળાનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પોલીસે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.