મોરબી ક્રાઈમ બ્રાન્ચે 376 બોટલ દારૂ સાથે રૂપિયા 8.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર સહિત ત્રણ આરોપીઓના નામ ખોલાવ્યામોરબી : મોરબીના અણિયારી - જેતપર રોડ ઉપર દારૂ ભરેલી ક્રેટા કાર પસાર થનાર હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી વિદેશી દારૂની 376 બોટલ સાથે રૂપિયા 8.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને પકડી પાડી દારૂ મંગાવનાર સહિત ત્રણ આરોપીઓના નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર તેમજ તેજસ વિડજાને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે અણીયારી જેતપરરોડ ઉપર એક ક્રેટા કાર વિદેશી દારૂ ભરીને નિકળનાર છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવતા સફેદ કલરની હ્યુંડાઇ ક્રેટા કાર નંબર GJ-06-PH-2112 પસાર થતા અટકાવી તલાશી લેતા કારમાં સવાર આરોપી નગારામ ભગવાનરામ ચૌધરી, રહે. રામજી કા ગોલ ફાટા.તા.ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાન વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 376 બોટલ કિંમત રૂપિયા 1,37,620 તેમજ કાર કિંમત રૂપિયા 7 લાખ મળી કુલ રૂપિયા 8,37,620નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.આરોપી નગારામની પ્રાથમિક પૂછતાછમા દારૂના આ ગોરખધંધામાં આરોપી નરેશકુમાર મલાજીભાઇ પઢીયાર, રહે. શેરપુરા તા. ડીસા જી. બનાસકાંઠા, જમારામ ઉફે જગમાલ જેઠારામ પ્રજાપતિ, રહે. તેજીયાવાસ, પોસ્ટ ડબોઇ, થાણું. તા. ગુડામાલાણી, જી.બાડમેર, રાજસ્થાન અને મોરબીના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજાનું નામ આરોપીએ કબુલતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે પોલીસે ક્રેટા કારમાંથી ગ્રીનલેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની 178 બોટલ, ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની 60 બોટલ, બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રિમીયમ વ્હીસ્કીની 30 બોટલ અને ફિફટી ફિફટી ઓરેન્જ ફલેવર વોડકાની 108 બોટલ સહિત કુલ 31 પેટી એટલે કે 376 બોટલ કબ્જે કરી હતી.આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.એચ.ભોચીયા તેમજ એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.