મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જયેશભાઇ અમીતભાઇ ખાંભલા, ઇસ્માઇલ ઉર્ફે હિતો હુસેનભાઇ બ્લોચ, સોહીલભાઇ હાજીભાઇ મલેક અને રફીકભાઇ હકાભાઇ બ્લોચને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3640 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.