ભાડે આપેલી બોલેરો ગાડીના ભાડાની ઉઘરાણી કરતા એક જ પરિવારમાં ડખ્ખો વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામે માતાજીના દર્શને ગયેલા યુવાને પોતાના સગા ભાઈ પાસે બોલેરો ગાડીના ભાડાનો હિસાબ માંગતા ઉશ્કેરાઈ ગયેલ બે ભાઈ અને ભાભીઓએ દંપતી તેમજ તેમની પુત્રીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.જાણવા મળતી વિગતો મુજબ મૂળ જાલીડા ગામના વતની અને હાલમાં વાંકાનેર રહેતા ફરિયાદી સુરેશભાઈ સામતભાઈ ચૌહાણ તેમના ગામ માતાજીના દર્શન કરવા ગયા બાદ પોતાની બોલેરો ગાડી ભાડે ચલાવવા માટે લઈ ગયેલા આરોપી ભુપત પાસેથી ભાડાના પૈસાનો હિસાબ માંગતા સગો ભાઈ એવા આરોપી ભુપત, ગોપલ, મીનાબેન ભુપતભાઇ અને રાણીબેન ગોપાલભાઈએ સુરેશભાઈ તેમના પત્ની હંસાબેન અને પુત્રી બંસીને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી બોલેરો પણ નહીં મળે અને હિસાબ પણ નહીં મળે તેમ જણાવતા બનાવ અંગે સગા ભાઈ ભાભીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.