મોરબી : વાંકાનેરની ગરાસિયા બોર્ડિંગ ખાતે ભાજપના યુવા મોરચાની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં યુવા મોરચા મોરબી જિલ્લા પ્રભારી હર્શિતભાઈ કાવર, યુવા મોરચાના જિલ્લા પ્રમુખ સાગરભાઈ સદાતીયા, મહામંત્રી તપનભાઈ દવે, મહામંત્રી શક્તિસિંહ જાડેજા તેમજ વાંકાનેર વિધાનસભા સંયોજક ઓમભાઈ પટેલ, સહસંયોજક નિકુંજભાઈ, વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા યુવા પ્રમુખ હરેશ મદ્રેસાનીયા, શહેર યુવા મોરચા મહામંત્રી નિતેશભાઇ પાટડિયા ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં યુવા મોરચા દ્વારા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની શુભેચ્છા મુલાકાત લઈને અભિનંદન પાઠવવામાં આવી હતી.