મોરબી : હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન મોરબી, આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા લક્ષ્મીનગર દ્વારા આગામી તારીખ 24/2/2024ને રવિવારે સવારે 9:00 થી 12:00 કલાક દરમ્યાન શ્રી બાલકેશ્વર મહાદેવ મંદિર, રવાપર ગામ પાસે, ઉમા હોલની સામે, મોરબી ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન તેમજ હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પમાં મોરબીના નામાંકિત હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવશે. તમામ પ્રકારના અસાધ્ય (ન મટતા) તેમજ વારંવાર થતાં રોગોની કુદરતી આડઅસર વિનાની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત કેમ્પના દર્દીઓને આગામી ત્રણ મહિના સુધી નિ:શુલ્ક સારવાર પણ મળશે. કેમ્પમાં ખાસ મહેમાન ડોક્ટર તરીકે ડોક્ટર મનોજ માકાણી ઉપસ્થિત રહેશે. પથરી, કાકડા, જૂની શરદી, તમામ પ્રકારના માનસિક રોગો, પિતાશયની પથરી, કપાસી, સફેદ પાણી, નાકના મસા, વાઢીયા, કબજિયાત, માસિકની અનિયમિતતા જેવા અનેક રોગોમાં હોમિયોપેથિક સારવાર અક્સિર ગણાય છે.