મોરબી : મોરબીના તબીબ ડો. પ્રેક્ષા અઘારા વડસોલા અને ડો. પૂર્વી અઘારા વિરોજા દ્વારા રાજકોટ ખાતે ફિલ્ડ માર્શલ રોડ, હિરા પન્ના કોમ્પલેક્ષ, મોટા મવા ખાતે તા. 25 ફેબ્રુઆરીના સવારે 9 કલાકે સત્ત્વ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવશે. આ ઉદ્ધાટન સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ ખાતે શરૂ થનાર સત્ત્વ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીમાં આધુનિક મશીનરી સાથે ઝડપી રિર્પોટની સુવિધા, લોહીની તપાસના તમામ પ્રકારના રિપોર્ટ જેવા કે લોહીના ટકા (H.B) તથા કણોની તપાસ કોલેસ્ટ્રોલ તથા પ્રોટીન, ડાયાબીટીસ, થાઈરોઈડ તથા અન્ય હોર્મોનની તપાસ, વિટામીન પેનલ, યુરિન તથા સ્ટુલના રિર્પોટની બાયોપ્સી અને સાયટોલોજી રિર્પોટ, લીવર, કિડનીના વગેરે રિપોર્ટ માટે હોમ કલેક્શનની સુવિધા, વોટ્સએપ દ્વારા ઘરે બેઠા રિપોર્ટ મેળવવાની સુવિધાઓ મળી રહેશે. આ ઉદધાટન સમારોહની સાથે રક્તદાન કેમ્પ પણ યોજાવાનો છે ત્યારે રક્તદાન એ સૌથી મહાદાન હોય બહોળી સંખ્યામાં રક્તદાન કરવા આયોજક ડોક્ટરો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.