તબીબો માટે આયોજિત ક્રિકેટ લીગમાં 12 મેન્સ ટીમ, 4 વુમન્સ ટીમ તથા 2 કીડ્સ ટીમે ભાગ લીધોમોરબી : મોરબી IMA (ઈન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા મેડિકલ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગના તબીબો માટે શહેરના થ્રીલ એન્ડ ચીલ ખાતે બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્સ ક્રિકેટ લીગમાં સ્કીન સાઈનર્સ ટીમ વિજેતા થઈ હતી.આ બોક્સ ક્રિકેટ લીગમાં 12 મેન્સ ટીમ, 4 વુમન્સ ટીમ તથા 2 કીડ્સ ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 25 મેચની આ ટુર્નામેન્ટના અંતે મેન્સ ફાઈનલ મેચ પીડીયા પેન્થર્સ તથા સ્કીન સાઈનર્સ વચ્ચે રમાયો હતો. જેમાં ડો. જયેશ સનારીયાની કેપ્ટનશિપમાં સ્કીન સાઈનર્સ ટીમ વિજેતા થઈ હતી. તે ઉપરાંત વુમન્સ ફાયનલ મેચમાં ડો. પાયલ ફેફરની કેપ્ટનશિપમાં મોરબી ક્વિન્સ ટીમ વિજેતા બની હતી. મેન ઓફ ધ સિરિઝ નો ખિતાબ ડો. દર્શન નાયકપરાએ તેમજ વુમન ઓફ ધ સિરિઝનો ખિતાબ ડો. નિધિ સરડવાએ મેળવ્યો હતો. ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મેન્સમાં અથર્વ ગામી તેમજ વિમેન્સમાં રીરી અધારાએ મેળવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમ્પાયર તરીકે નેસ્ટ સ્કૂલના ક્રિકેટ કોચ કપીલ કુમારે સેવા આપી હતી.ટુર્નામેન્ટને સફળ બનાવવા મોરબી IMA ના પ્રમુખ ડો.નિકુંજ વડાલીયા, સેક્રેટરી ડો.વિરલ લહેરુ સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.