લીકેજ થયેલી લાઈન નર્મદાની હોવાનું અનુમાન, પાણીની નદી વહી મોરબી : મોરબીના રફાળીયા નજીક એક પાઇપલાઇન તૂટતા પાણીનો સતત 3 દિવસથી બેફામ વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ અનેક ખેડૂતો સિંચાઈના પાણી માટે તરસી રહ્યા છે તેવામાં પાણીનો આ રીતે વેડફાટ થતો હોય સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળીયામાં રેલવેના પાટા નીચે એક પાઇપલાઇન તૂટી ગઈ હોય છેલ્લા 3 દિવસથી સતત પાણી વહી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીંથી નર્મદાની લાઈન નીકળે છે. જેનું પાણી મચ્છું-2 ડેમમાં જાય છે. પાઇપલાઇન લીકેજ થઈ હોય અહીં પાણીની નદી વહી રહી છે. આ અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારીને જાણ કરાતા તેઓએ જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.