મોરબી : આજે 21 ફેબ્રુઆરીના રોજ સર્વત્ર માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પણ પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ માતૃભાષા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.આ વિશેષ ઉજવણી અંતર્ગત કોલેજના વિધાર્થીઓએ ગુજરાત સાહિત્ય પરિષદ– અમદાવાદ દ્વારા જાહેર થયેલા અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના મંતવ્યો રજુ કરતો વીડિયો નિહાળ્યો હતો અને બાદમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારાએ વિધાર્થીઓને માતૃભાષાના વૈભવ અને ગરિમાથી વાકેફ કાર્ય હતા તેમજ ગુજરાતી ભાષા ના અભિન્ન અંગ એવા જોડણી, અલંકાર, રાગ દુહા, છંદ અને વ્યાકરણ અંગે પણ રસપ્રદ અને હળવી શૈલીમાં છણાવટ દ્વારા વિધાર્થીઓને ગુજરાતી ભાષા અંગેનું સચોટ જ્ઞાન આપ્યું હતું. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો જોડાયા હતા.